સ્વર્ગ અહીંયાં છે તો નર્ક અહીં છે;
જીવનના હર તર્ક વિતર્ક અહીં છે;
સાચી શ્રદ્ધાથી જો તમે કરશો યાદ,
તો ભગવાન સાથેનો સંપર્ક અહીં છે;
ખુદાએ બનાવ્યા બધાને એક સમાન,
છતાં કરે માણસો વચ્ચે ફર્ક અહીં છે;
જો સમજો ગીતા, બાઈબલ, કુરાન,
તો જીવન જીવવાનો અર્ક અહીં છે;
દશે હાથે એ ભેગું કરવામાં આજકાલ,
સ્વાર્થમાં બન્યો માણસ કર્ક અહીં છે;
ચાપલૂસી કરતા મણસથી ચેતજો સદા,
એણેજ બગલમાં છુપાવ્યું ડર્ક અહીં છે;
લખ ચોર્યાસી ફેરાના મનુષ્ય અવતારમાં,
"વિએમ" ડગલેને પગલે સંઘર્ષ અહીં છે;
... ✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)
શબ્દ ડર્ક - નાનું ચાકું કે કટાર