આવકારે મને...
હું આવીશ તને મળવા
જો તું આવકારે મને...
તારા બંધ હૈયા માં પ્રવેશું
જો તું આવકારે મને...
વહાવી દઉં એ બધી જ
લાગણી બાંધી રાખી છે
પ્રેમ થી મળું તુંજ ને
જો તું આવકારે મને...
આ હૃદય છે એકલું
તારો સાથ ઝંખી રહ્યું
હવે મળવા બેતાબ છું
જો તું આવકારે મને...
હજી કેટલું તડપું "બકુલ"
આ જિંદગી એક તરસ છે
પીઉં અમીરસ પ્રેમ નો
જો તું આવકારે મને..
-બકુલ ની કલમે...✍️
ગઝલ
13-03-2021
15.35