વિચારવું એ માણસનું વિશિષ્ટ લક્ષણ છે. વિચારવામાં ઉપયોગી વિચારણા કેટલી છે એ સવાલ રહે છે. માનવીના દિમાગની ખૂબી એ છે કે એની સ્વીચ કદી ઓફ થઈ શકતી નથી. શું વિચારવું અને કેવી રીતે વિચારવું એનો જ આદેશ આપવો પડે છે. વિચારો ઊલટા સૂલટી ચાલે, સામસામે અથડાય, એક બીજાને કાપે કે એકબીજાની ઉપર પડતાં નાખે ત્યારે કશું જ સ્પષ્ટ સૂઝે નહિ અને એને જ આપણે અકળામણ કહીએ છીએ. વિચારોની આ અંધાધૂંધીને જ યોગ્ય દિશા આપવાની છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi