આવી ગયો છે સમય હવે,
સમાજમાં રહેલા વિવિધ નિષિદ્ધ ને હટાવવાનો,
માનતા હતા જે એ કે છોકરીઓ એટલે મગજની ફરેલ,
તે તો આ જ રીતે ચલાવે વાહન,
હવે તેમની માન્યતા અને માનસિકતા બદલવાનો સમય આવ્યો છે,
છોકરીઓ/સ્ત્રીઓ માથાની ફરેલ નહિ,
પણ પારકા ઘરે તેની કોઠાસૂઝથી અને વિવેકબુદ્ધિથી રહેનાર વ્યક્તિ,
જૂનું, ટેવાયેલું બધું છોડી પાછળ,
નવા ઘરે, નવી રહેણીકરણીમાં પોતાને ઢાળનાર વ્યક્તિ,
સાબિત હવે એ થઈ જાય કે છોકરા કરતાં સવાઈ હોય છે છોકરી!
મૈત્રી બારભૈયા