હું ક્યાં બહું ખાસ માંગુ છું,
નજીવી મુલાકાત માંગુ છું.
આપી શકો તો આપજો સમય તમારો,
હું ખાલી બે પલ નો એહસાસ માંગુ છું.
હું ક્યાં બહું ખાસ માંગુ છું.
તમને મળીયા નો આનંદ માંગુ છું.
એક ખુશ ચેહરા નો ભાવ માંગુ છું.
હું ક્યાં બહું ખાસ માંગુ છું.
એક દિવસ તણો અભિપ્રાય માંગુ છું,
આંખો નહી પણ અડધો દિવસ માંગુ છું.
હું ક્યાં બહું ખાસ માંગુ છું.
એક મિત્રતા નો, એક લાગણી તણો વિશ્વાસ માંગુ છું,
તમારી આસ પાસ રહી ને "સ્વયમભુ" વસંતનો વૈભવ માંગુ છું.
હું ક્યાં બહું ખાસ માંગુ છું.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"