શ્રી રંતિદેવ ત્રિવેદી 'રવિ 'ના સૌજન્યથી 🙏
રહયા છો
શિવ , સદાશિવ , આશુતોષ
મહાદેવ
દેવાધિદેવ તમે , હે પ્રભુ ,
વત્સલ જગ માનવ કાજે !
પણ હવે
છે તાતી જરૂરત
આ પરમ કળિયુગી જગતને
આપના રુદ્ર અવતારની ,
વિસ્ફારિત ત્રિનેત્ર સ્વરૂપની!
કરો ધરિત એ રૌદ્ર ભાવને
અને
કરો ઉન્મૂલિત
વિશ્વવ્યાપ્ત સર્વ અનિષ્ટને
છે પ્રસારિત જે
સાંપ્રતે
અસીમ સ્તરે !
અને
સર્જી
વિશ્વ નવલ ,
અર્પો
સુધન્યતા
નિજ સંતાનને !!
- રંતિદેવ ત્રિવેદી 'રવિ '