દાસ સતારની વાણી...
.........................................
કળિયુગ આવ્યો ખોટો ભાઇ
હવે કરજો કંઇક સત્ય કમાઇ
મુકી દેજો હવે માન બડાઇ
નામ જપો ને હરે હરે
નાસ્તિક લોકો ઘણા થયા છે
આપા પંથી થઇ ને રહ્યા છે
કુળ કપટ મન માંહે ભર્યા છે
નામ જપો ને હરે હરે
મુખ તો મીઠું મોર ના જેવું
ગરીબ થઈ ને ગામમાં રેવું
મન છે હાથલીયા થોર ના જેવું
નામ જપો ને હરે હરે
પૈસાદાર થયા અભિમાની
ગળા રહેશી ને કરે કમાણી
દાન પુણ્ય ની નહીં નિશાની
નામ જપો ને હરે હરે
નામના કરવા દાન કરે છે
મોટાઈ મા બહુ માન ધરે છે
પાછા માંસ મદિરાપાન કરે છે
નામ જપો ને હરે હરે
પાપ પુણ્ય નહીં દિશે મનમાં
નજર બગાડે પોતાની પર ધર્મ મા
ફુલ્યો ફુલ્યો ફરે જોબન મા
નામ જપો ને હરે હરે
આવા થી તમે ચેતજો ભાઇ
પ્રભ થી બાંધજો સાચી સગાઇ
દાસ સતાર તો કહે સમજાઇ
નામ જપો ને હરે હરે....
.........................................
મનોહરદાસના જય ગુરુ મહારાજ..