લાગણી વ્યક્ત કરૂ,
પ્રેમ વ્યક્ત કરૂ,
જીવનની દાસ્તા વ્યક્ત કરૂ.
ખુલી જિંદગીની કિતાબ વ્યક્ત કરૂ,
પ્રેમભરી યાદો વ્યક્ત કરૂ,
સબંધના સમનવ્ય વ્યક્ત કરૂ.
પરસ્પર વિશ્વાસ વ્યક્ત કરૂ,
અરસપરસનો વ્હાલ વ્યક્ત કરૂ.
સ્નેહ તણા સગપણ વ્યક્ત કરૂ,
તાંતણે બંધાયેલા બંધન વ્યક્ત કરૂ,
"સ્વયમભુ" રચાયેલું ઊર્મિભર્યુ કાવ્ય વ્યક્ત કરૂ.
તમારા ચરણોમાં મારી દાસ્તા વ્યક્ત કરૂ..
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ