ફુલોની ચાહ કાંટા ભજવા અહીં જો,
જો હો મુશ્કેલ રસ્તા,તજવા નહીં જો.
ઉદાસી કેમ ઝળકી, ત્યાં ચેતના માં,
પરમ શ્રદ્ધાથી દિલને સજવા સહી જો.
રિસામણ ત્યાં મનામણ હોવાનું નક્કી,
તું ભાવે ત્યાં જ યારી ,ભરવા વહી જો
તું શબ્દો જો ને , જાદુઈ મૌન છૂપા,
કથિત ક્યાં હોય, મનમાં લખવા અહીં જો.
રહો આનંદ ત્યજી ને , ઝંઝટો ત્યાં,
તમે ભીતર સદાયે , હટવા કહી જો.
-મોહનભાઈ આનંદ