મારી ભીતર
એક કોમળ પંખી મારી ભીતર,
સ્નેહ નવું ભરતું જાય.
એક વાહલું પંખી મારી ભીતર,
વ્હાલ મજાનું ભરતું જાય.
એક રંગ બે રંગી પંખી મારી ભીતર,
કલરવ નવ ભરતું જાય.
એક નાજુક નમણું પંખી મારી ભીતર,
કોમળભાવ ભરતું જાય.
એક કિલોલ કરતું પંખી મારી ભીતર,
નવું જોમ ભરતું જાય.
એક ઉડતું પંખી મારી ભીતર,
"સ્વયમભુ" વિશ્વાસ નવો ભરતું જાય.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ