હૈયા માં રાખી, કોડ બેઠો છે;
થઈને કેવો બેજોડ બેઠો છે,
નામ નામી અનામી ક્યાં એવો,
સર્વ માં થઇ અજોડ બેઠો છે;
માન સન્માન , ક્યા માગે ત્યાં,
હકમાં માટે માં, હોડ બેઠો છે.
કોણ જાણે છે કેમ રિસામણે,
કરવા જો , તોડ ફોડ બેઠો છે.
સફર છે , મસ્ત આનંદ જીવન,
દિલ જીતી ,લાડ કોડ બેઠો છે.
-મોહનભાઈ આનંદ