ફટ ફટ ફટ ફટ ફટ દોડતું જાય,
પાણી ના રેલાની માફક
પેટ્રોલ, ડીઝલ, ગેસ, મોઘું થાતું જાય.
મોઘવારી નો માર પડતો જાય, કોરોનાથી વધારે એ ડરાવતો જાય.
સરકાર મારી ચુપ ચાપ જોતી જાય,
આમ આદમી નું બજટ ખોરવાતું જાય.
જરૂરી ચીજ વસ્તુઓનો ભાવ વધતો જાય,
સામાન્ય માણસની ઘર વકરી ઓછી કરતો જાય.
સરકારી નોકરીમાં મોંઘવારી ભથ્થા વધતાં જાય,
સામાન્ય માણસની નોકરીના રોજ ઓછા થાતા જાય.
ખાલી બજેટ પુરતી વાતું થાય,
સરકારી યોજનાના લાભમાં તો પગના તરીયા ઘસાતાં જાય.
ફટ ફટ ફટ ફટ ફટ દોડતું જાય,
પાણીના રેલાની માફક,
પેટ્રોલ, ડીઝલ, ગેસ, "સ્વયમભુ" મોઘું થાતું જાય.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ