Gujarati Quote in Motivational by Vibhuti Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વ મહિલા દિનની શુભેચ્છા.

આભલે ઉડાન.
હા, હું સ્ત્રી છું.એવી સ્ત્રી કે જેને તમે વરસોથી અબળા માનતા આવ્યા,એ તમારી માન્યતા છે.બાકી હું તો છું શક્તિનો અખૂટ સ્ત્રોત.શક્તિનો અખૂટ ભંડાર ભરેલો છે સ્ત્રીમાં અને એટલે જ અમને સ્ત્રીઓને જાતજાતનાં બંધનોમાં જકડી છે, ફરજોની બેડી પહેરાવી છે, છતાં મારે તો ઉડવું છે આભમાં.તમે મને બંધનોમાં જકડી, ફરજોની બેડી પહેરાવી મારું આકાશ છીનવી લીધું પણ હું હિંમત નહીં હારું.કરીશ મનોબળ મક્કમ અને મારાં નિર્ણયમાં રહીશ અડગ.
આભમાં ઉડવાના, આભને આંબવાના અથાગ પ્રયત્નો કરીશ.ફરજોની સાથે ઉડીશ અને સફળતા મેળવીને જ જંપીશ.મારાં મનોરથો પૂર્ણ કરીને જ જંપીશ.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Gujarati Motivational by Vibhuti Desai : 111673135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now