Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેવિકા બહેન દિવાનજીના સૌજન્યથી 🙏 👇🏿

Dedicated to all Females

હું પહોર છું ગુલાબી,
હું રાત છું અંધીયારી,
હું બાર બપોર છું ને
હું સમી સાંજ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

નાનપણ ની ગમ્મત છું,
યોવન ની કાયા છું,
કેટલાક ને મન તો હું મોહ માયા છું, પણ એ નથી ખબર કે કોની છુ હું...

જીર્ણ થયેલી યાદ દાસ્ત છું,
કોઇ પ્રેમી ની યાદ પણ છું,
એના દુખ મા બધા ને યાદ છું,
મારા દુખ માજ બાદ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

માવતર માટે પારકી થાપણ છું, સસુરાલ મા લક્ષ્મી છું,
જનમ સમયે જલેબી ને વિદાય વેળા યે કરીયાવર છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

હું રસોઈ ની રાણી છું,
ને ઘર કામ મા શાણી છું,
કોઇ પણ ઉમરે સહેલી છું,
ના સમજો તો પહેલી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

મજધારે અટકેલી નાવ છું
અને પેલે પાર ક્ષિતિજ છું,
જીવાય ગઇ જે બિજા ના નામ પર હું એ જીંદગી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

સંબંધો મા હું સરહદ છું,
તો સૌ ને જોડતો તાતણો છું,
કોઇ ની અરધાંગીની છું,
ને કોઇ નો ભુલાયેલો અંશ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

દુનિયા ની ભીડ મા એકલી છું,
સમજે કોઇ તો મૈત્રી છું,
સમાજ મા અબળા નારી
અને રણે ચડુ તો રણચંડી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

હું દિકરી છું કોઇ ની તો સાથે બહેન ભી છું,
હું પત્ની બની જાવ છું,
ને માઁ બની રહી જાવ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

આ દુનિયા યાદ કરાવતી રહે છે
🌺*હું સ્ત્રી છું*
HAPPY WOMAN’S DAY🙏🏻💐

Gujarati Poem by Umakant : 111673079
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now