હું રાહબર તારો, તું રાહબર મારી.
બને એક મેક ની કહાની,
હું ઘુઘવતો સાગર તારો,તું ઉછળતી સરીતા મારી.
બને એક મેક ની કહાની,
હું રાહબર તારો,તું રાહબર મારી.
એક કદમ હું તારી આગળ,
એક કદમ તું મારી આગળ.
બને એક મેક ની કહાની,
હું રાહબર તારો,તું રાહબર મારી.
હું તારો પરછાયો બનું,તું મારો પડછાયો બને.
બને એક મેક ની કહાની,
હું રાહબર તારો,તું રાહબર મારી.
હું "સ્વયમભુ" કવિ તારો,
તું સ્વયમ રચના મારી.
બની એક મેક ની કહાની,
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ