ગઈ શોધવા હું મારા ઘરનું સરનામું,
પણ નાં મળ્યું મને ક્યાંય પણ મારુ સરનામું...
બહુ શોધ્યું તો'એ કયાય ન મળ્યું મારુ સરનામું,
જઈ પિયર માં ને પુછ્યું,કયુ છે માં મારુ સરનામું,
સાસરીમાં રહી પતિને પુછ્યું કયુ છે અહિ મારુ સરનામું,
અંતે મારા સ્વને પુછ્યું, કયુ છે મારુ સરનામું,
પણ નાં મળ્યું મને ક્યાંય મારુ સરનામું,
નાં મળ્યું મને ક્યાંય મારુ સરનામું......
-Rajeshwari Deladia