Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વિશ્વ મહિલા દિન.

શું આ એક જ દિવસે સ્ત્રી સન્માનની હકદાર બને છે? સ્ત્રીને સન્માન આપવા માટે શું કોઈ દિવસની રાહ જોવી પડે? સ્ત્રી ક્યારેય એવું નથી કહેતી કે મને સન્માન આપો, જાહેરમાં મારી પ્રસંશા કરો. એણે બનાવેલી રસોઈનાં વખાણ કોઈ કરે ને તો એ પણ એને માટે સન્માન થઈ જાય છે. સ્ત્રી ભલે ગમે એટલી સાદી તૈયાર થઈ હોય પણ એનાં દેખાવની નોંધ લેવાય ને એટલું જ એનાં માટે પૂરતું છે. ઘરનાં કામમાં એને મદદ કરો ને એ પણ એને સન્માન આપવા બરાબર જ છે.
કોઈ એક દિવસ એને સંપૂર્ણ આરામ આપીને ઘરનાં અન્ય સભ્યો કામ કરી લે એ પણ એનું સન્માન જ છે. સ્ત્રી જ્યારે માંદી પડે ત્યારે એની ચાકરી કરો તે પણ સન્માન જ છે. રાત્રે એને સુવા માટે પથારી તૈયાર કરીને રાખવામાં આવે એ પણ એને આપેલું સન્માન છે. પત્નીનું માથું દુઃખે અને પતિ એનું માથું દબાવી દે તો એ પતિ માટે શરમજનક નહીં પરંતુ સન્માનજનક બાબત હોવી જોઈએ. જો પત્ની કુટુંબના તમામ સભ્યોની કાળજી લે અને એ બાબત શરમજનક ન હોય તો પત્નીની કાળજી પતિ લે એમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં.
માટે જ કહું છું કે સ્ત્રી એ તો સતત સન્માન મેળવવાને હકદાર છે, એ માટે કોઈ એક ખાસ દિવસ સુધી બેસી ન રહેવાય. પોતાનું સર્વસ્વ છોડીને પારકાને પોતાનાં બનાવી એક અજાણ્યા ઘરને પોતાની જીંદગી સમર્પિત કરનારને માટે માત્ર એક દિવસ ફાળવવાનો કોઈ જ અર્થ નથી.
સન્માન હ્રદયથી થાય છે નહીં કે દેખાડો કરવાથી.
🙏

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111672929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now