🙏🏻સદ્ ગુરૂ નું સામૈયું..💐
મન રે સંત દેખી ને સન્મુખ ચાલીએ
ડગલે પગલે યજ્ઞ ફળ હોય સામૈયા હરી ગુરુ સંત ના
મન રે શેરી વાળાવી ને સજ કરું
મારી શેરડીયે રોલાવું ફૂલ સામૈયા હરિ ગુરુ સંત ના
મન રે કંકુ ભરેલી કંકાવટી
ચોખા શોભે મારા સંતો ને લલાટ સામૈયા હરિ ગુરુ સંતના
મન રે ચંપે ચડું ને કેવડે ઉતરું
હુતો જોવું મારા સદ્ ગુરૂ ની વાટ સામૈયા હરિ ગુરુ સંતના
મન રે શુખડ ચંદન નો બાજવોઠીયો
મારા સંતો ને આપું બાજઠ બેસણા સામૈયા હરિ ગુરુ સંતના
મન રે તન મન ધન ગુરુ ને સોંપતા
મારા સંતો માં ન હોય ભેદ ભાવ સામૈયા હરી ગુરુ સંતાના
મન રે હરિ ગુરુ સંતો ના પરતાપ થી
ભાવ દાસ ભળીયા અલખ ને દરબાર સામૈયા હરિ ગુરુ સંત ના
વિનોદ રામ ના જય ગુરુ મહારાજ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻