દુર્લભ એવા સંત છે
✍🏻 શંકર મહારાજ
🌷🌷🌷🌷🌷🌷🌷
હંસા,નેણાં ઠરે ને નાભિ હસે
જેના દર્શનથી દુઃખ જાય
દુર્લભ એવા સંત છે
હંસા,ભમરી જેવી જેની ભાવના
કરી પોતાનું રૂપ રાજી થાય...
હંસા,વાણી જેની છે અમૃત જેવી
પીતા આવે અમીના ઓડકાર...
હંસા,નિર્મળતા જેના નયનમાં
દોષ દ્રષ્ટિ નવ હૈયે લગાર...
હંસા,બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને
જેની વૃત્તિ અખન્ડ બ્રહ્મકાર...
હંસા,દાસ શંકરની વિનંતી
જેની મહેર થતા બેડો પાર...
🙏🙏🙏🙏🙏🙏🙏