*ગુરુગમ ગાંજા પિયા નિરંતર*
✍🏻 *ગંગસાહેબ શિષ્ય જમનાદાસ*
🥦🥦🥦🥦🥦🥦🥦
ગુરુગમ ગાંજા પિયા નિરંતર,નિશા ચડી તુજ નામ તણી
પ્રેમી પુરુષે પિયા પ્રેમસે,હાથે ચડી ગઈ હીરા કણી...
ત્રણ ગુણ કી બની તમબાકુ, પચ્ચીસ પ્રકૃતિ માંહી ભેળી કરી
ગરવ ગડાકુ ગરજ ગોળસે,ભાવે કરી માંહી ભેળી કરી...
શરીર સાફી ધોઈ કરી,ધીરજ રૂપ જળધારા કરી
શીલ સંતોષકા લગ રહયા સાબુ,સર્વે સંતનમે જાય મળી...
ગાંજા તણી મુને ગમ નહિ,મારા ગુરુએ આપ્યો ધોઈ કરી
વિવેક વિચારી નાખ્યો ચિત્ત ચલમમાં, કુબુદ્ધિ કોયલા ઉપર ધરી...
ગાંજો પીવાની મને ગમ નહીં,મારા ગુરુએ પાયો પ્રેમે કરી
ઓર નિશા તો ચડે ને ઉતરે,આ ઉતરે નહિ ફરી...
ગુન ગુન મેં હોતી ગર્જના,ઓહમ સોહમ મહીં ભભક રહી
કહે જમનાદાસ ગુરુ ગંગ પ્રતાપે,આ અવસર નહીં આવે ફરી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻