સ્ત્રી માટે સ્ફુરેલી રચના !
જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી
દરેકના જીવનમાં ભળી જશે - પળ છે સ્ત્રી
જોઈએ છે તેને સ્નેહ અને સન્માન ફક્ત,
તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે સ્ત્રી
છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં,
મનને એ તરત કળી જશે - અકળ છે સ્ત્રી
મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ.
પ્રેમ આપશો તો મળી જશે - પ્રેમાળ છે સ્ત્રી.
કોશિશ સતત કરે બધાને ખુશ રાખવાની - ભવ્ય રીતે
બધાયને જ જીવન ફળી જશે - સફળ છે સ્ત્રી
# Happu Women's Day