Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહિલા દિવસની શુભકામના

ધરતી પર નારાયણી છે નારી.
જગમાં શક્તિશાળી છે નારી.

મૃત્યુના મૂખેથી બહાર લાવે,
એવી જીવનદાયની છે નારી.

મા, બહેન ને પત્ની એના રૂપ,
તો ક્યારેક સહચારી છે નારી.

એક અનોખું રૂપ છે પુત્રવધૂ,
તો એ દિકરી પ્યારી છે નારી.

શારદા, લક્ષ્મી સમ છે સ્વરૂપ,
અંબે, દુર્ગા, ભવાની છે નારી.

આમ જુવો તો કોમળ નિર્મળ,
છતાં બધા પર ભારી છે નારી.

ઘર સંભાળે કહેવાય ગૃહિણી,
કુટુંબને જોડતી જારી છે નારી.

ભણવા ગણવામાં છે આગળ,
વેપારમાં કુશળ વેપારી છે નારી.

કોર્પોરેટ ક્ષેત્રમાં તો નામ મેળવ્યું,
રમત ગમતમાં પાવરધી છે નારી.

ધરા પરની શું વાત કરે "વિએમ"
અંતરીક્ષમાંય ઘુમનારી છે નારી.

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111672679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now