છે અભિમાન મને મારા સ્ત્રી હોવાનું...
નથી હું અબળા, નથી હું બિચારી,
હું છું શક્તિ સ્વરૂપા આજની નારી,
છે અભિમાન મને મારા સ્ત્રી હોવાનું...
હું ખલાસી મારા સંસાર ચક્રનું,
હું વૃક્ષ મારા રૂપાળા ઘર આંગણનું,
છે અભિમાન મને મારા સ્ત્રી હોવાનું...
ગૃહ લક્ષ્મી મારા ઘરની છું હું,
સંબંધોને દિલથી સાચવું છું હું,
છે અભિમાન મને મારા સ્ત્રી હોવાનું...
કહે "રાજલ" તમામ નારી શક્તિને,
કરું છું વંદન સર્વ નારી શક્તીને,
છે અભિમાન મને સ્ત્રી મારા હોવાનું...
-Rajeshwari Deladia