(ગુજરાત ટાઇમ્સ-૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ સપ્તક પૂર્તિ)
“ જે થવાનું છે એ તો થવાનું જ છે,
આપણું થોડું કંઇચાલવાનું છે!
મોત આવે તો એશ- ઑ- આરામ,
ચાર ખભે સૂતાસૂતા જવાનું છે!
‘હું’ એક પરપોટાની જીવન યાત્રા,
કોઇને અડતા તો ફૂટવાનું જ છે!
કુણો સ્પર્શ ઝાકળનો ગાલને અડશે,
એ સવારે મોસમ તો મેંહકવાની જ છે
દિલ છે રમકડું, ચાવી વગર ચાલે,
પ્રેમ કરો, ન કરો તોય તૂટવાનું છે!
જાવ પરવાનાને કહી દો આ વીત,
જીવન -રાઝ આ રાતોમાં શમાનું છે!
શું-શું ખબર પડશે આ તબીબો ને?
દર્દ આયખાનું ચુંબન શોધવાનું છે!
—- દિપેશ ભાઇ મહેતા.