મળે....
ખેલું પ્રણય નાં ફાગ
સાથ જો તારો મળે
પ્રેમ રંગે રંગી દઉં તને
મને તારી રંગત મળે....
પીવા છે હૃદય નાં જામ
હવે તો ઘૂંટડા ભરી ને
તારી ખુબસુરતી ને હવે
પ્રેમ નો સ્પર્શ મારો મળે....
બની જા મારી સખી
મુજ પર ભરોસો રાખી ને
પ્રેમરસ માં તરબોળ કરીશ
જો તું સમીપે મારી મળે....
જિંદગી તો ચાલી જશે
આમને આમ "બકુલ"
મળે તો મળે બસ
મને તારી સંગત મળે....
બકુલ ની કલમે...✍️
ગઝલ
07-03-2021
19.59