વાયો વાયરો જ્યાં,જો ટહૂકો કીધો,
મ્હોર્યા આંબા જ્યાં,જો લ્હેકો કીધો,
નિર્મળ મનથી જ હવામાં હળવેક,
ભમરાને હલકો, જો સણકો દીધો.
ઈતરાતી કળીઓ,અડધી ખૂલેલી,
કેફીયત નજરમાં,જો છણકો કીધો.
રંગીન અદાઓમાં ,હરદમ હસીના,
હળવી મુસ્કાનમાં ,જો મસકો કીધો,
લ્હેજત માણ તું ,મન ત્યાં મનોરથમાં,
મીઠા હદયે માં , જો ભસકો કીધો.
દિલમાં હૂંફાળાં ,હેત ને ઠાલવતાં,
ઓવારણુ લેતા, જો ટચકો કીધો.
ભાવ તણો ભંડારો, સ્પંદન ખુલતાં,
પ્રેમાળ હ્દયમાં જો, ફણગો કીધો.
-મોહનભાઈ આનંદ