દરીયાની રેતીમાં ભીનાસની પોપડી પડી છે,
લાગે છે દરીયાને પોતાની ખારાશ નડી છે.
ઘુઘવતો દરીયો કાઠે આવીને નમી ગયો છે,
લાગે છે દરીયાને કાઠે આવીને નમવાની આદત પડી છે.
હિલોળા મારતો દરીયો વેર થી સમી ગયો છે,
લાગે છે દરીયાને વેરથી સમી જવાની આદત પડી છે.
ઊંચી ઊંચી લેહરોથી ઉછળતો દરીયો સાંજે શાંત થઇ ગયો છે,
લાગે છે દરીયાને "સ્વયમભુ"સાંજે શાંત થઇ જવાની આદત પડી છે.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ