બસ કંઇ નહિ બોલ બીજું,તું કે નવીનમાં.!!!મોબાઈલમાં સૌથી વધુ બોલતા આ બે શબ્દો છે,બે પ્રેમી પંખીડા હોય કે પછી કોઈ બે સ્ત્રી વચ્ચેની વાત હોય,જ્યારે એક મિનિટનો એક રૂપિયા હતો ત્યારે આ શબ્દો બિલકુલ વપરાતા નોહતા પણ મુકાભાઇએ જાણી લીધુ કે ભારત દેશમાં આની ખાસી જરૂરી છે,અને તરત જ અમલ કરી દીધો.
હજુ પ્રેમીઓમાં બકા,જાનું જેવા શબ્દ યુઝ થાય છે,હા,એમાં આપણે પણ કંઈ ન કરી શકીએ કેમકે એ બંને વચ્ચેના પ્રેમની વાત છે,પ્રેમમાં ગમે તે બોલાવી શકે અને પ્રેમમાં જે કહે તે સારું પણ લાગે બાકી રસ્તે નીકળતો નવયુવાને તમે બકો કહીને બોલાવી જોજો શું કહે છે અથવા કોઈ છોકરીને જાનું કહીને બોલાવી જો જો એ બધું પ્રેમ અને બંને વચ્ચેના
એકાંતમાં સારું લાગે.
પણ મારે એ વાત કરવી છે કે ઘણી સ્ત્રીઓ બસ કંઇ નહિ બોલ બીજું,તુ કે નવીનમાં.!!!આ બે શબ્દો બોલીને દિવસની 24 કલાક માંથી ચાર કલાક ફોનમાં વાતો કરે છે,કઇ છે જ નહીં તો તમે આ દિવસની ચાર કલાક ફોનમાં વાત કરી શું કામને બગાડો છો.હું દરેક સ્ત્રીની વાત નથી કરતો પણ મેં જોયું છે કે ઘણાનો ફોન વ્યસ્ત જ હોય.હા ઘણાને ગામની વાતો કરવી ગમતી હોય પણ માપમાં હોય દરરોજ એટલી બધી તો ન જ હોય,મુકાભાઈએ ફ્રી આપ્યું છે તો શું આપડે યુઝ કરી જ લેવાનું.
જીવનમાં આ બધી ફોનની નકામી વાતો સિવાયની પણ ઘણી જરૂર બાબતો હોય છે,તે આ વાતોથી ભુલાય જાય છે.ઘરના લોકો સાથે હળીમળી રહેવું તેમની સાથે ઘરમાં જ સામ સામે બેસી વાતો કરવી.સારા પુસ્તકોનું વાંચન આ બધું જરૂર છે,ઘણા તો આખો દિવસ ફોનમાં વાત કરીને થાકી ગયા હોઈ તો પણ જમવા બેસે ત્યાં કોઇનો ફોન આવે એટલે શરૂ થઇ જાય,નકામી વાતો કરી તમારા જીવનમાં તમે નવા રોગનું સ્વાગત કરી રહ્યા છો.સ્ટ્રેસ,ધીમે ધીમે તમારી યાદશક્તિ પણ નબળી પડતી જાય છે,જીવન ફાસ્ટ છે પણ શરીરને થોડી શાંતીની પણ જરૂર છે.
લિ.કલ્પેશ દિયોરા.