તમારો આત્મા તમને કયારેક સવાલ કરે કે તમે તમારા જીવનમાં શું સારું કામ કર્યું અને શું મેળવ્યુ તો શું તમારી પાસે કોઇ જવાબ છે?
કાલે સિત્તેર વર્ષના નિવૃત IAS ઓફિસરને મારે મળવાનું થયું,એ પહેલાં પણ હું તેમને મળ્યો હતો,હું ઘણીવાર તેમની સાથે વાતચીત કરતો પણ મેં ક્યારેય તેમને કોઇ સવાલ કર્યો નોહતો,કાલે અચાનક મેં તેને સવાલ કર્યો
સર તમારા જીવનમાં કોઈ એવી ઈચ્છા રહી ગઇ કે તમે એ ઈચ્છાને પુરી ન કરી શક્યા હોય અને તે વાતનો તમને અફસોસ હોય?
એ મારી સામે જોઇને થોડુ હસ્યા એ પછી તેમણે મને કહ્યું મારા જીવનમાં મેં ખૂબ પૈસા કમાય લીધા પૈસાની પાછળ હું પાગલ હતો,ખૂબ મોજ મસ્તી કરી જે ન કરવાનું હતું એ પણ કર્યું,પણ બે ઈચ્છા મારી અધૂરી રહી ગઇ જે આજ મને આ ઉંમરે અફસોસ થાય છે.
એક ફેમેલી અને બીજું મારો આત્મા.
હું મારા ફેમેલીને સમય ન આપી શક્યો.તેમની સાથે બેસીને શાંતિથી વાત કરીને સાથે ભોજન ન લઇ શક્યો.મારા પોતાના પુત્ર સાથે મારા સંબંધો અત્યારે સારા નથી એ જ કારણથી કે મેં કયારેય તેની સાથે ઘરમાં બેસીને શાંતિથી વાત નથી કરી.
બીજું આત્મા,મેં મારા આત્મા પાછળ ક્યારેય વિચાર જ નથી કર્યો.મેં મનની શાંતિને ભૂલી એક મુર્ગજળની માફક પૈસાની તરફ દોટ મૂકી,અત્યારે મારી પાસે ખૂબ પૈસા છે,પણ મારી સાથે મારો પરિવાર નથી.કારણ એ જ હું તેમને સમય ન આપી શક્યો તેમની સાથે બેસી વાત ન કરી શક્યો,એ કારણેથી જ તેવો મારાથી થોડા તે દૂર જતા રહયા.
માણસ પાસે બધું હોય પણ જ્યારે જરૂર હોય ત્યારે પોતાના જ નજીક ન હોઇ ત્યારે આ બધી મોહ માયા તુચ્છ લાગે.જીવનમાં ફેમેલી અને આત્મા સાથેનો સંવાદને કયારેય ભૂલવો ન જોઇએ નહી તો જાતી જિંદગી એ બધું મેળવ્યા પછી પણ તમે પસ્તાશો.
લિ.કલ્પેશ દિયોરા.
(થોડા તેમના અંગત સંબંધ વિષય પર હોવાથી તેમનું નામ અહી લખતો નથી)
#Gujarat