સમી સાંજ ..
ખુલ્લું આકાશ ..
મહાત્મા મંદિર પાછળ ની
એ હરિયાળી લોન
એકાંત ખૂણે
એકલી બેન્ચ પર
બેઠો છું
તારી યાદો સાથે
ગુમસુમ ..
તારી બાજુ નજર કરું છું
કે તું કેમ ચૂપ છે ?
કઈ બોલતી નથી ..
અબોલા લીધા કે શું ?
અને આ તારી ચાહ વગર ની ચ્હા
પણ હવે
એકલા પીવી નથી ગમતી
મૂકી દઈશ ..
અને તને કોઈ દી' ના ક્વ હવે
મારી સંગ ચ્હા પીવાનું ..
ઓહહ...! તું તો
બહુ દૂર દૂર છે..
હું તો તારી યાદો સાથે
વાતો કરું છું ...
આકાશ ભણી
નજર કરું
જોવા મથું હું
તારો અજાણ્યો ચહેરો ..
પ્રેમ નું કૅન્વાસ મારું
છે હજી કોરું કટાક ..
લાગણી ના રંગો મા મેં
ઝબકોળી છે પીંછી ..
મારી કલ્પના મા ઉભરશે "બકુલ"..
અજાણ્યો ..તારો ચહેરો...
❤️
-બકુલ
03-10-2020