હું શબ્દ છું, હું શબ્દને નથી બાંધતો,
હું શબ્દ છું, હું શબ્દને નથી તોડતો.
હું તો શબ્દનો તારણહાર છું,
હું તો ખાલી શબ્દ છું.
શબ્દ થી, શબ્દ જોડાય ને શબદ બને છે,
શબદ થી શબ્દ ની ઓળખ બને છે.
હું શબ્દની માયાજાળ માં,
મૂળાક્ષર વચ્ચે ઉભો છું.
કકા બારાખડી ની લાંબી લાઇન માં,
હું બે શબ્દ વચ્ચે દબાયેલો છું.
હું..શાબ્દિક શબ્દોના યુદ્ધ માં તોછડાએલો છું.
હું શબ્દની હરોળના ચક્રવ્યૂહ માં "સ્વયમભુ" ઘેરાએલો છું.
હું શબ્દ છું, હું શબદની
રાહ માં શબ્દ બની ભટકેલો છું,
હા હું એક શબ્દ છું.. નીરસ નિરાકાર રૂપ કવી નો સહારો છું..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"