હે મળે કોય બ્રહ્મ ના જ્ઞાની રે મળે કોય સંત વીવેકિ રે
મારો સતગુરૂ સાહેબ એક છે
(૧) સદગુરૂ પારસ ખાણ હે ને લોહા જગ સંસારા રે હા
પારસ સંગ સાથ રેવે તો હોજા વે કંચન સારા રે હા હા...મળે
(૨) સદગુરૂ મોટા શેઠયા ને હિરલા ની ગુણો ભરી હા હા
મળે જો કોય હિરા ના માલમી એના મુલ મોઘા
કરી દેવે રે હા હા....મારો સદગુરૂ
(૩)સીપ તો સમંદરમાં રહત હે કયા સમદર છે લેવે
બીદુ જીલે ઈ શ્વાતી કા સોભા સમદર કો દેવે રે...મારો સત ગુરૂ
(૪)ઉન સાયર મે હંસા મેરા ઉંડા જળ ભરા રે અપારા રે
ડુબકિ દો નીજ નામ ની મોતી ગોતી સારા રે...મારો સતગુરૂ
(૫)નીજ નામ કા નાવ સલત હે બેસી જાવ કોયનર વીનતી
સસીયારા સેજ પુરી ની મે જુગો જુગ દાસ તમારા...મારો સતગુરૂ