સોહમ નામ લાગે પ્યારૂ મને
સોહમનામ લાગે પ્યારૂ
ધાટ અધાટ મા ગુરુજી એ બતાવુ
નાદ બુંદ થી ન્યારુ
સોહમ શબ્દ ની માળા આપી
જઞત લાગે ખારુ
પુરણ પ્રેમ થી ગુરુજી સેવિયા
સંસાર સુખ નથી મારૂ
શ્વાસોશ્વાસ નુ જુગતી મા
અંખડ નામ પરખાણુ
ગુરુજી એ સાન સમજાવિયુ
ધટ ભિતર ને બારૂ
ગંગને ઞરજે અગરે જલે
સુન મંડળ એકધારુ
આતમ રામ શ્યામ સોહામણા
તેજ તત્વ મા ભીમ ભારુ
નુરત સુરત નાથ નિરખીયા
વચને વચન નુ ઉજવારુ
દાસ વિનોદ ને મનોહર મળિયા
મે નામી નામ પર વારુ