દિદાર કરીલે દેહ મા
અંખડ બેઠો જોગી
નુરતે સુરતે નીરખીલે
ધટોધટ આતમ રાગી
સતઞુરુ એ સાન સમજાવી
વરતી વાતે લાઞી
સોહમ સ્વરુપ ની સાધના એ
પ્રેમ જ્યોત જાગી
જુગતી મા જોયા જઞદિસ ને
મોહ માયા ભાગી
ગંગને ઞરજે નામનિશાન
જણ જણ ઝાલર વાગી
વેદ પુરાણ ની વાત ન માની
સંતો ના જ્ઞાને ઇશા ત્યાગી
ભમર ઞુફા ભુરદો ભારુ
અમર આશને લેહ લાગી
દાસ વિનોદ ને ગુરુ મનોહર
મળીયા તખતે અનુરાગી