જેરામ બાપુ ની વાણી
✍🏽મારા ગુરુશ્રી જેમને મને ભક્તિ નો રાહ બતાવો એમના ઉપકાર ને મારા કોટી કોટી વંદન 🙏
🙏🙏🧎🏻🧎🏻🙏🙏
ભાઇ તમે છોડો સલીલ નો સંગ એતો પાડે ભજનમાં ભંગ ભાઇ તમે છોડો સલીલ સંગ રે,
લંપટ નરના લક્ષણ તમે સમજી લેજો સજન રે
એવાં કુંડા નરથી કોરે રેજો
ઇતો ભુલાવી દેશે ભજન,
ભાઇ તમે છોડો,
એવા દુર્ગુણ સઘળાં દીલમાં રાખેને ઇર્ષા નુ છે અંગ રે,
વાતવાતમાં વઢવેડ કરે એ નબળાઈ ના છે નંગ રે,
ભાઇ તમે છોડો,
એવા વાતું ના બહું રસીયા ને વેણનુ રાખે નહીં વજન રે,
હરીજન ઉપર હુકમ કરીને જમાવે મોટો જંગ રે,ભાઇ તમે છોડો,
એવા અવળ ચંડાને આડા બોલા દીલના છે દોરંગ રે
અભીમાની ને અક્કલ મઠા જાણે વગડાના વંગ રે ભાઈ તમે છોડો,
કામી ક્રોધી લુચ્ચી લાલચુ કુસંગી ને કુઢંગ રે
દાસ જેરામ કહે દુર રેવુ નકે લાગી જાય તેનો સંગ રે,ભાઇ તમે છોડો
🙏સદગુરુ ચરણમાં વંદન🙏