નિર્ભય નામ વિચારો હરીજનો નિર્ભય નામ વિચારો
જેથી આવે ભવસાગર કિનારો...ટેક
તર્ક વિતર્ક મેલી મનનાં ગુરૂ વચનને શીર ધારો
નિચ્ળ વર્તી કરો ગુરૂમાં મીટે ભવ ભટકારો... નિર્ભય નામ
અખંડ અરૂપી આત્મા નહીં જાત વર્ણ વિચારો,
નિશદિન ઘટમે ગાજે મન પવન સે ન્યારો... નિર્ભય નામ
હરદમ માં હાજર રહેતા સુરતા કરે છે સંધારો,
ઓહં સોહં બે તાર ગાજે એનો વાગે એકતારો... નિર્ભય નામ
સતગુરૂ દેવે જબ કૃપા કિધી કીયો નામ તણો ઉજીયારો
ઉગારામ ગુરૂદેવ હમારા હીરસાગર કિનારો... નિર્ભય નામ