જીવન હો તો હો એવું !
બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .
અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!
પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે’વું …
🌻જય ગુરુ મહારાજ 🌻
🌺જય ગુરુ મહારાજ 🌺
સબકા મગન મંગલ હો 🌹👏🏻
☘️☘️☘️☘️☘️☘️☘️