હરિ વસે છે હરિના જનમાં,
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..
🌹જય ગુરુ મહારાજ 🌹
🌷જય ગુરુ મહારાજ 🌷
સબકા મગન મંગલ હો 🌻👏🏻
🌺🌺🌺🌺🌺🌺🌺