આવરણને ,હટાવીને જોઈ લેજો
મરણ શું છે, મટાવી ને જોઈ લે;
ખોળ અસ્તિત્વ તારી , ચેતના નું,
માપસર મન , મનાવીને જોઈ લેજો
હોંશે હરગીઝ ક્યાંયે તું હોય છે ત્યાં,
થોડી મદહોશી, લાવીને જોઈ લેજો.
કોણ જાણે ખરેખર ત્યાં, સત્ય દર્શન,
તું બજારો ભરાવીને , જોઈ લેજો
સમજદારીમાં દુનિયા દારી ને સમજી,
ખૂદ આનંદ , નિભાવીને જોઈ લેજો.
-મોહનભાઈ આનંદ