લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા My Love Harsha
-----------------------------------------------------------------
મારા દિલની પહેચાન તું છો;
હસતા હોઠની મુસ્કાન તું છો;
મારા પ્રભુના ભજન તું છો તો,
કરુ ખુદાની એ અઝાન તું છો;
મારા ઘરનું સ્વાભિમાન તું છો;
મારૂં તો ખરું અભિમાન તું છો;
તારા થકી ધડકે છે આ દિલ,
ધડકતા હૃદયની જાન તું છો;
જીવનભર જે ગણ ગણ્યું છે,
હૈયામાં વસતું એ ગાન તું છો;
મારી જિંદગીના આસમાનમાં જે,
પ્રજ્વલિત છે એ અંશુમાન તું છો;
કરે છે કદર આ જગત "વિએમ"
પણ મારી ખરી કદરદાન તું છો;
તારા માટે ગર્વથી કહું છું "હર્ષા"
મારી આન, બાન ને શાન તું છો;
તારામાં જ તો જીવીત છું પ્રિયે,
મારા તનમાં વસતા પ્રાણ તું છો;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)