હું આરંભ છું, તો અંત પણ હું છું,
નથી મંઝીલની ખબર મને
હું ખુદ મંઝીલનો રાહગર છું.
સપનું સોનેરી મંઝીલ તણું જોઈને,
મંઝીલને પામનાર છું,
છું સ્વપ્ન દ્રષ્ટા હું,
મંઝીલ ની રાહ માં.
મેહનત ની છાપ છોડીને,
હું તકદીર નો રાહગાર છું
હા કઠીન છે મંઝીલ ની રાહ,
પણ અસંભવ નથી.
દુર્ગમ હોય પહાડો તો પણ શું..?
"સ્વયમભુ" પહાડ ચીરીને ટોચ ને પામનાર,
હું શીકારી છું.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ