આપું તમને ગુલાબ
સ્વીકારશો?
મૈત્રી નો કરું પ્રસ્તાવ
સ્વીકારશો?
લાગણી ના ફૂલો બહુ
સાચવી ને રાખ્યા
વેરી દઉં તમ પર
સ્વીકારશો?
છે આ હૃદય ની ઝંખના
હવે તમને પામવાની
નિમઁત્રણ છે તમને મારું
સ્વીકારશો?
એમ તો ભીડભાડ માં છું
તોય છું એકલો "બકુલ"
લંબાવું દોસ્તી નો હાથ
સ્વીકાશો?
બકુલ ની કલમે..✍️
ગઝલ.. (લાગણી ના ફુલ🌹💐)
04-03-2021
11.23