બનવા તારો આતુર છું હું, બસ એક વાર મને અપનાવી તો જો...
સમાવવા તારામાં અધુરો છું હું, બસ એક વાર મને તારામાં સમાવી તો જો...
ધડકવું છે મારે તારામાં વસી, બસ એકવાર મને તારામાં વસાવી તો જો....
સંગ તારી બેસી ઘણું બધુ કહેવું છે મારે,બસ એકવાર મુજ સંગ બેસી તો જો.....
કરવો છે તારી ઝુલ્ફોને સ્પર્શીને મારા પ્રેમનો એકરાર,
બસ એકવાર તારી ઝુલ્ફો સવારી તો જો...
પ્રેમ કરુ છું અનહદ તને, બસ એકવાર પરેશ ને મહેસુસ કરી સ્વીકારી તો જો...
Paresh Patel