હું એક સાથ તારો માંગુ,
રેહમત તારી, ને દુવા તારી.
મારે મન તો તુજ ઇશ્વર ને,
તુજ પયંગબર, ને તુજ ઇસુ.
ઘડીક ની અદલા બદલી મને ના ફાવે,
હું તો એકજ દ્વાર માં
બધા ઇશ્વરની બદલી માંગુ.
આમ અલગ અલગ રેવું ને, પુજાવું કોને ગમતું હશે,
મારે તો રામ રહીમ ને ઇસુને,
એક દ્વારમાં સાથે પુજાતા જોવા છે.
દુનિયા એક થઈ ને નેક બને એવા કાર્ય કરતા, લોકોમા મારે તમને જોવા છે.
હસે આ દુનિયાને કોઈ રંજ કોઇને કોયના થી,
મારે તો આ દુનિયા વાળા ને એક રંજમાં "સ્વયમભુ" જોવા છે.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ