From WhatApps:-
આજનું રૂટીન થોડું લેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ
તારે છે રોજ રોજ કામનાં ઢગલા
ને મારે ય છે એ જ મગજમારી
ઈચ્છા તો થાય કે સામસામે મળીયે
પણ મજબૂરી છે મારી ને તારી
વોટ્સએપમાં મળવાનું સેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ
રાધાને ગોપીઓ જો સ્માર્ટફોન લે તો
આપણે બનાવીએ એક ગ્રુપ
'રાસલીલા' નામ ઘણું ઓલ્ડફેશન્ડ છે
રાખીએ 'ડાન્સિંગ ટ્રુપ'
તું એડમીન બને તો ક્રિએટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ
મીરાને ગ્રુપમાં તું એડ કાં કરે ?
થાશે નક્કામી બબાલ
કોની સાથે તું વધુ ક્લોઝ છે
એવા થવાના સવાલ
ગમતાને મેસેજ પ્રાઈવેટ કરીએ
આવ કાના ઓનલાઈન ચેટ કરીએ.