જ્યારે પહેલી વાર ને પહેલી નજર જોઈ તને;
દિલ મારૂં તેં ચોર્યું ને ના રહી ખબર કોઈ મને;
આંખથી આંખ જ્યાં મળી હતી તારીને મારી,
ત્યાંજ દિલમાં પ્રેમની થઈ'તી અસર કોઈ મને;
જોતાં તને મારા દિલની થઈ જાતી તેજ ધડકન,
તારા વિના કરશે કેમ જીંદગી બસર કે કોઈ તને?
વિખૂટો ના થઈ જાઉં હું ક્યાંક તારાથી એટલે,
નહોતી રાખી જરા મેં પામવાની કસર કોઈ તને;
તારા ઇંતેજારમાં નયન પાથર્યા'તાં રાહમાં તારી,
પરંતુ મારા તરફ ના લાવી શકી ડગર કોઈ તને;
કદાચ નહિં હોય આ જન્મ તું મારા નસીબમાં,
એટલેજ ના થઈ મારા પ્રેમની અસર કોઈ તને;
ઘાયલ હતો ને છું આજ પણ હું તારા પ્રેમમાં,
લાગ્યું જો હતું તારા જ પ્રેમનું ખંજર કોઈ મને;
ભટકતો રહ્યો છું અહીં તહીં હર મકબરા મહીં,
છતાંય, હજુ નથી મળી ખાલી કબર કોઈ મને;
આવવા જવાનું શું વધ્યું મારૂં અહીંયાં "વિએમ"
કબ્રસ્તાન પણ લાગે છે હવે તો ઘર કોઈ મને;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)