ઘડપણ શું?
અનુભવોનું ભાથુ
નકામું નથી
ઘડપણ શું?
જીવનનો નિચોડ
ધુત્કારો નહીં
ઘડપણ શું?
આથમતો સૂરજ
વંદન કરો
ઘડપણ શું?
વહાલનો દરિયો
બાળકો રમે
ઘડપણ શું?
જીવનની ક્ષિતિજ
આભાસ થાય
ઘડપણ શું?
કાળજીની અપેક્ષા
રાખવી સદા
ઘડપણ શું?
મોહમાયાનો ત્યાગ
પ્રભુ સ્મરણ
ઘડપણ શું?
ભક્તિની સરવાણી
કીર્તન કરો
ઘડપણમાં
જીવતરની માયા
છોડવી રહી
ઘડપણમાં
મૃત્યુનું આગમન
ગમે તે ક્ષણે
ઘડપણમાં
સ્વીકાર જ કરવો
પરિસ્થિતિનો