Shailesh Joshi લિખિત વાર્તા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 32" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19907853/riya-shyam-32
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●●◆◆◆◆◆◆◆◆
શ્યામ મનોમન વિચારી રહ્યો છે કે,
હું વિદેશ જઈશ તો પપ્પા એકલા પડી જશે.
બે વર્ષ જેટલો સમય એ કઈ રીતે કાઢશે.
હા, વેદ, રીયા, એ બંનેનો પરીવાર અને શેઠ પણ.
આ બધાંજ અહી છે,
તેમની સાથે છે, પરંતુ એમની પાસે કોણ ?
ભલે સાચી હમદર્દી બતાવવા વાળા, દિલથી હૂંફ આપવા વાળા, ધાર્યા કરતાં પણ વધારે મદદ કરવા વાળા હજારો હોય,
પરંતુ
ભલે ઝઘડતુ, વાત ન સાંભળતુ કે ન માનતું, કોઈ આપણું સ્વજન આપણી પાસે હોય તો તેની વાતજ અલગ હોય છે.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆