"મનોબળ".
-@nugami.
સ્ત્રી ની સુંદરતા એના આત્મસન્માન સાથે જોડાયેલી છે.
જ્યાં એનું આત્મસન્માન ના સચવાય ત્યાંથી સ્ત્રી એ વિદાય લઈ લેવી જોઈએ.
દીકરી ને એક દાગીનો ઓછો મળશે એ ચાલશે.પણ એને મા બાપે શિક્ષણ નું દાન તો આપવું જ જોઈએ,જેથી કરી ને એના સન્માન ને ભવિષ્ય માં પણ ઠેસ પહોંચે તો એ પોતાનો નિર્ણય જાતે લઈ શકે.દીકરી ને હમેશાં સિંહણ બનાવવી, સુંદરતાની પૂતળી નહિ....
એને દેહ શણગારતા નહિ આવડે એ ચાલશે.પણ કોઈ પણ કપરી પરિસ્થિતિ માં મન મક્કમ કેવી રીતે રાખવું એ જરૂર આવડવું જોઈએ.પોતાનો નિર્ણય તટસ્થતા થી લેતાં આવડવું જોઈએ.
ખરા અર્થમાં એને બાળપણ માં જીવનનાં પાયા નું ઘડતર શીખવાડવું જોઈએ.એને દેહ થી મજબૂત બનાવ્યા કરતાં મન થી મજબૂત બનાવવી જરૂરી છે.કોમળ બનાવ્યા કરતાં કપરી બનાવવી જરૂરી છે.
સમયે સમયે એવી પરિસ્થિતિ થી પરિચિત પણ કરાવતા રહેવું જોઈએ કે એ પોતાનું બાળપણ પણ માણી શકે અને પોતાને મન થી પણ કોઈ પણ પરિસ્થિતિ ને માત આપતા શીખી શકે.
જે સ્ત્રી મન થી મક્કમ બને છે એને કોઈ તોડી શકતું નથી...
જ્યારે સ્ત્રી પોતાના નિર્ણયો જાતે લેતાં શીખી જશે ને ત્યારથી એને આપઘાતથી,કે કોઈ ખરાબ રીત થી મોત ને વળગવું નહિ ગમે,પણ એ મૃત્યુ ને પણ જીવતા શીખી જશે......
સ્ત્રી એ હમેશાં લાગણી થી નહિ,પણ પરિસ્થિતિ ને અનુરૂપ જીવતા શીખવું જોઈએ....
ડંખ ના મારી શકાય તો કંઇ નહિ,પણ દરેક સ્ત્રી એ ફૂંફાડો તો રાખવો જ જોઈએ,જે એની સુરક્ષા કરી શકે......
-@nugami