કોઈને હાર મળી,કોઈ ને જીત મળી,
પાછી જનતા ને ખો મળી.
ચુટાણા પ્રતિનિધિઓ, આમ જનતાને તો, પાછી
એજ મોકાણ મળી.
હોય નગર પાલિકા કે' મહાનગર પાલિકા,
પાછી જનતા ને એજ ખો મળી.
તાલુકામાં કે જીલ્લામાં,
કોઈ આમ જનતા નો ભાવ નથી, સગાવાદ માં ખેલાય છે ચુંટણી,
આમ જનતા ને તો, એ નવી જાત મળી.
પીસાય છે આમ જનતા,
દર વર્ષે કોઈ ને કોઈ નાત જાત માં.
હવે એક સામટી જ થાય પહેલ ચુંટણી ની,
એવી વાત જનતા માં આમ બની.
એક વાર માં પતિ જાય,
બધાના કામ તમામ,
વારે ઘડીયે મોકાણ ન
થાય, ખોટી જનતા ન થાય હેરાન,
આવો પહેલ એવી કરીએ બધી ચુંટણી સ્વયમભુ થાય એક વાર.
અશ્વિન રાઠોડ - સ્વયમભુ